જરુરિયાતમંદને મદદ કરવી એ જ ખરી માનવતા.
પ્રસિદ્ધિની ચાહનાને ત્યજવી એ જ ખરી માનવતા.
વસે છે વિભુ વ્યક્તિમાં આખરે એ છે સર્વવ્યાપી,
હાજરી એની એમાં નિહાળવી એ જ ખરી માનવતા.
સૌથી સવાયો માનવધર્મ પ્રભુ પણ જેને આવકારે,
બુભુક્ષિતોની આંતરડી ઠારવી એ જ ખરી માનવતા.
ખડખડાટ હસી ઊઠશે મૂર્તિ મંદિરની આવું કરતાં,
ઝોળી પુણ્યની આ રીતે ભરવી એ જ ખરી માનવતા.
સેતુબંધન માનવ- માનવ વચ્ચે થવું અતિ જરુરી,
નીતિ આવી સદાય આચરવી એ જ ખરી માનવતા.
ચૈતન્ય જોષી ' દીપક ' પોરબંદર.
#જરૂરિયાતમંદ