ક્યારેક મોતનું કારણ બને છે વાણી.
કદી જીવનનું ભારણ બને છે વાણી.
હળાહળ જૂઠ મીઠું મધુરું લાગતું,
સત્ય તકરારનું રણ બને છે વાણી.
સફળતા કે નિષ્ફળતાના મૂળમાં છે,
જોહૂકમી સંગે શરણ બને છે વાણી.
પરા સંગાથે સત્ય સંગ થઈ શકતો,
મૌનમાં વળી આચરણ બને છે વાણી.
સાધુ કે શૈતાન ઓળખ વાણી થકી,
ક્યારેક દુઃખ નિવારણ બને છે વાણી.
ચૈતન્ય જોષી ' દીપક' પોરબંદર.