#માળો
એ મધદરિયા માં નાવડું તારું
કાંઠે લાવીને ડુબાડીશ મા,
તરી શકાય તો તરજે જીવળા
બીજાને ડૂબાડીશ મા,
પંખી પરેવડા નો "માળો" આતો
એના માળા વિખેરીશ મા,
દુઃખડા બીજા ના જોય ને વિરલા
મન માં આંનદ માણીસ મા,
મહેલ પરાયા જોય ને તું તો
ઝુંપડી તારી બાળીશ મા,
સગા રે ભાઈ નું સારું દેખીને
દિલ માં આગ લગાડીશ મા,
તારી વાડી માં આંબલા રોપજે
બાગ બીજા નો બગાડીશ મા,
ગાતું હોય કોઈ પ્રભુ ના ગુણ તો
એનો તાલ બગાડીશ માં.
-કાનો