Gujarati Quote in Poem by Chaitanya Joshi

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

એક એક સળીને પાન ભેગાં કરી,
બનાવ્યો માળો.
ઘટાદાર વૃક્ષ નીચે હું ને મારાં બચ્ચાં,
સલામતી અનુભવતાં.
ઠંડો શીતળ વાયુ ' લૂ' ને હરતો.
એકમેકને નીરખી આનંદ પામતાં.
હમણાં મોટાં થઈ જશે મારાં બચ્ચાં,
એ આશાએ ખુશી થતી મને.
દાણા ચાંચમાં લઈ આવતીને,
બાલુડાંને ખવડાવતી.
પણ રે એકદા મારી ખુશીને,
લાગી ગઈ નજર કોઈની.
આવ્યો એ કાળમુખો યમ જેવો,
ધરીને હાથ કુહાડી...!
તોતિંગ વડિલ સમા તરુના મૂળમાં,
કરવા લાગ્યો ઘા પર ઘા.
અને આખરે વૃક્ષ થયું જમીનદોસ્ત..!
ભરખી ગયો ત્રણેયને એ ,
મનેને મારાં ભટૂરાંને.
આશરો છીનવી લીધો એણે અમારો.
ને જિંદગી ઝાડની પણ...!
જીવતાં તો રહ્યાં પણ હવે રહેવું ક્યાં?
ધિક્ ધિકક્ માનવરુપે શૈતાન તું!
કદી નહીં માફ કરે ઈશ તને...!
કોણ સાંભળશે વેદના અમારી?

ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર.
#માળો

Gujarati Poem by Chaitanya Joshi : 111453092
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now