"નમું નાથ તુને ઓ કૃષ્ણ મુરારી."
જ્યાં જ્યાં પડું હું તું ઉગારી લેતો.
ખમ્માં ખમ્માં એમ ખમકારો દેતો.
બહુ છે બલિહારી કૃષ્ણ તુમારી.
નમું નાથ તુને ઓ કૃષ્ણ મુરારી.
તારું નામ લેતાં સાતા વળે છે.
લાખો દુઃખ રોતા પાછા વળે છે.
અમી રસ વરસતી છે આંખો અટારી.
નમું નાથ તુને ઓ કૃષ્ણ મુરારી.
પ્રભુ તારી જોઈ સુરત રૂપાળી.
પ્રભુ તારી કોઈ મૂરત રૂપાળી.
જોતાં જવાઈ છે વારી રે વારી.
નમું નાથ તુને ઓ કૃષ્ણ મુરારી.
ઘેલી કરી'તી તે આહીર બાળા.
કેવો હોઈશ તું કાળા રૂપાળા!
ગોરસ જુવે વાટ તારી જ તારી.
નમું નાથ તુને ઓ કૃષ્ણ મુરારી.
છોરા લઈ સાથે નંદના ઓ લાલા.
ધરી રૂપ જાતો તું ગોકુલ ગોવાળા.
જિંદગી મેં દીધી લે મારી રે સારી.
નમું નાથ તુને ઓ કૃષ્ણ મુરારી.
ક્યાં ક્યાં અગન છે ક્યાં છે જ્વાળા.
તું એક જાણે ઓ મોરલી રે વાળા.
જો ભરું ડગ ખોટું તું લે જે ઉગારી.
નમું નાથ તુને ઓ કૃષ્ણ મુરારી.
છે 'દેવ' તારો દિવાનો રહેવાનો.
બીજું બાળ દિવાનો શું રે કહેવાનો.
તું નાથ મોટો ને હું છું ભીખારી.
નમું નાથ તુને ઓ કૃષ્ણ મુરારી.
-દેવાયત ભમ્મર:-