મોહ, પ્રેમ અને લાગણી
સામાન્ય રીતે એવું જોવા માં આવ્યું છે કે વ્યક્તિ આ ત્રણ વાતો એટલે કે પ્રેમ, મોહ અને લાગણી ને એક બીજા ના પર્યાય સમજી બેસે છે અને ત્યાંથી જ સમસ્યાઓ શરૂ થાય છે.
એક વ્યક્તિ તેના સંતાન ને પ્રેમ કરે છે, તેના પ્રત્યે તેને લાગણી હોય છે અને તેથી જ સમય જતાં તેની ઉપર નો મોહ વધતો જાય છે.
આગળ જતાં જ્યારે સંતાન મોટું થાય છે અને એ જ વ્યક્તિ નું અપમાન કરતું થઈ જાય કે જેણે તેને આ લાયક બનાવ્યો છે, વાલી નું માન ના જાળવે અને ના કહેવા નું પણ કહેવા લાગે અને રોજ રોજ વાલી તરીકે તે વ્યક્તિ આ અપમાન એક મૃત્યુ પામતો હોય તે રીતે સહેતો થઈ જાય છે.
અને પછી બધો દોષ કિસ્મત ઉપર ઢોળી ને આજીવન આ અપમાન આ મૃત્યુ કરતા યે ભયાનક સ્થિતિ ને સ્વીકારી લે છે. શું આપને નથી લાગતું કે વ્યક્તિ ના પરિસ્થિતિ સાથે ના સમાધાન નું કારણ વ્યક્તિ નો સંતાન પ્રત્યે નો મોહ છે?
કોઈ કહેશે કે સંતાન તો કછોરું થાય પણ આપણે તો તેમને પ્રેમ કરીએ છીએ ને! પરંતુ પ્રેમ હોય ત્યાં સહન કરવા નું ના હોય, પ્રેમ હોય ત્યાં અપમાન ના હોય. એ વ્યક્તિ મો સંતાન પ્રત્યે નો મોહ છે જે તેના અંદર ના ગૌરવ, પ્રતિભા અને વ્યક્તિત્વ ને મારી ને પણ એ અપમાન ના ઘૂંટડા સહન કરતા શીખવાડે છે અને આગળ જતાં સ્થિતિ બદ થી બદતર થતી જાય છે.
પ્રેમ નિસ્વાર્થ હોય છે, બિન શરતી હોય છે, અપેક્ષા રહિત હોય છે. સંતાન ને પ્રેમ આજીવન કરો. મોહ લાગણી થી જન્મે છે. લાગણીઓ પણ રાખો પરંતુ જ્યાં સુધી એક હકારાત્મક વાતાવરણ બનેલું રહે ત્યાં સુધી.
જેવું તમને ફીલ થવા માંડે કે હવે આપની લાગણી અને પ્રેમ ને નજર અંદાજ કરવામાં આવે છે અથવા તેનો દુરુપયોગ થવા માંડ્યો છે, વ્યક્તિ એ સંતાન પ્રત્યે ના તેના મોહ ને ઓછો કરી અને તટસ્થતા થી પરિસ્થિતિ ને આગળ કઈ રીતે સંભાળવી તે બાબતે વિચારશીલ બનવું જોઈએ.
આજ ના મોહ થી અંધ થયેલા વાલીઓ ને સમર્પિત.
🙏🙏🙏