Gujarati Quote in Motivational by Ashish

Motivational quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

#શકિતશાળી

પ્રિય પરિવારજનો................
સત્ય....પ્રેમ.....કરુણા......
સત્ય એક વચન છે. પ્રેમ દ્વિ વચન છે અને કરુણા બહુવચન છે. માટે સત્ય પોતાનામાં રાખો, પ્રેમ બીજા ને કરો અને કરુણા બધા ઉપર રાખો. મિત્રો..સિદ્ધાંત કરતા સહકાર ...બહુમતી કરતા સહમતી શ્રેષ્ઠ છે. બહુ દૂર જોશો તો નજીક નહી દેખાય....બહુ ખામીઓ જોશો તો ખૂબી - ખાસિયત નહી દેખાય. મિત્રો, શ્રદ્ધા જ્ઞાન આપે છે, નમ્રતા માન આપે છે અને યોગ્યતા સ્થાન આપે છે. જો આ ત્રણેય નો સુભગ સમનવય થાય તો તે વ્યક્તિને બધેજ સન્માન મળે છે. જીંદગી ને સમજવી હોય તો ભૂતકાળ જોવો, પરંતુ જીંદગી ને બનાવવી હોય તો ભવિષ્યને ધ્યાન માં રાખો અને જિંદગી ને માણવી હોય તો વર્તમાન નો સદુપયોગ કરો. જીવનમાં ક્યારેય ખરાબ દિવસ નો અનુભવ થાય તો એટલો જુસ્સો જરૂર રાખજો કે દિવસ ખરાબ હતો ..જિંદગી નહી. સફળતા થી કર્મ કરો, અસફળતા થી ગભરાવ નહી, ભાગ્ય એ બંધ તિજોરી છે, જયારે પુરુષાર્થ એ તેની ચાવી છે. સ્નાન થી શરીર શુદ્ધ થાય છે, દાન થી ધન શુદ્ધ થાય છે અને ધર્મ થી આત્મા શુદ્ધ થાય છે.
મિત્રો..આશાવાદી દરેક આફત મા તક જોવે છે....જયારે નિરાશાવાદી દરેક તક મા આફત જોવે છે. પરમેશ્વર ના પવિત્ર ચરણો મા પ્રાર્થના કરીએ કે આપણા સૌની ગતી અને મતી એક થાય અને પ્રગતિ ના દ્વાર ખૂલે.
ashish bina

Gujarati Motivational by Ashish : 111450734
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now