હે પ્રભુ આપનુ આ સ્મિત સાથે નું મુખડું એવું તે વ્હાલું લાગે જાણે છોડ મા ખીલેલુ એ પુષ્પ. પ્રભુ ના સ્મિત સામે તો ચંદ્ર નો પ્રકાશ પણ ઝાંખપ ભર્યો લાગે. એમાંય તે બાળ સ્વરૂપે પ્રભુ દર્શન આપે ને તો તો હૈયા નું હેત જેમ સાગર ના મોજા ઉછળતા હોઇ તેમ હૈયા નું હેત ઉછળવા લાગે. ભગવાન ભોળાનાથ પણ સાધુ વેષ ધારણ કરી ને ગોકુળ મા નંદબાબા ને ત્યાં બાળ સ્વરુપ કૃષ્ણ નાં દર્શન કરવા આવ્યાં હતાં.
હે પ્રભુ હેત થી વ્હાલા લાગો છો મને,
સાગર જેવડું સ્મિત તમારુ લાગે છે મને,
મારા અંતર મા વસ્યા તમે એજ પ્યારું લાગે છે મને,
હે પ્રભુ તમારા દર્શન થકી ધન્ય ધન્ય થયો એજ અહો ભાગ્ય મારુ,
સદાય તમારા ચરણો મા રાખજો એજ પ્રાથના તમોને.