#નસીબ
માલ-ખજાના તારે બંગલા ને ગાડીયું,
રહ્યું નથી કે રહેવાનું નથી,
ગામ-ગરાસને તારે મોટી મોટી વાડિયું,
સંગાથી થયું નથી ને થવાનું નથી,
માત-પિતા ને બેની બાંધવ તારા,
સાથી કોઈ નથી ને થવાનાં નથી,
"નસીબ"થી વધુ ને સમય થી પેલા,
મળ્યું નથી કે મળવા નું નથી.
-કાનો