હસતા પહેલા હસાવતા શીખજો,
જમતા પહેલા જમાડતા શીખજો,
સંબંધ બધા સાચવતાં શીખજો,
પ્રેમ કરી નિભાવતા શીખજો,
મિત્રતાની હર પળ માણતા શીખજો,
લાગણીના સંબંધો બાંધતા શીખજો,
નથી કોઈ નાનું નથી કોઈ મોટું,
નથી કોઈ પોતાનું ને નથી પારકુ,
સહુનુ માન જાળવતા શીખજો,
રૂઠેલાને મનાવતા શીખજો
રૂઠી જાઓ તો માનતા પણ શીખજો,
નથી રહેતા સૌ સાથે હંમેશા,
માફી માંગતા ને માફ કરતા શીખજો,
ભૂત વિસારી વર્તમાનમાં રહેતા શીખજો,
આયખુ નથી કોઈનુયે સુનિશ્ચિત,
માનવતાની મહેક પ્રસરાવતા શીખજો,
જીવો અને જીવાડતા શીખજો,
પ્રભુનો આભાર માનતા શીખજો...
#શીખો