મારી ડાયરી...
"શીખવું" એ વિચારવા માટે સહેલો પણ અપનાવવા માટે બહુ અઘરો શબ્દ છે.
માણસ ની આખી જિંદગી પણ ઓછી પડે શીખવા માટે...કયા કોની પાસે શું શું શીખવું!!
સૂરજ પાસે થી બીજાના જીવન નો પ્રકાશ થવું, ચંદ્ર પાસે થી શીતળતા ,નદી પાસે થી અવિરત વહેવું ....એવું ઘણું બધું.
એવું કહી શકાય કે પ્રકૃતિ પાસે થી જ ઘણું શીખવા મળે, નવસર્જન...વિનાશ, શાંત...રૌદ્ર...અને આપવું એતો સૌથી મોટી વાત શીખવા જેવી છે.
દરેક વ્યક્તિ માં કોઈ ને કોઈ કળા છુપાયેલી હોય જ છે અને દરેક વ્યક્તિ પાસે થી શીખવા મળે છે. અરે!!!ઘણી વખત નાના બાળકો પાસેથી પણ ઘણું શીખવા જેવું હોય છે.
જ્ઞાન, પ્રેમ, નફરત, ક્રોધ, લોભ, ઈર્ષા વગેરે ઘણું ઘણું...પણ આમાં આપણે શું શીખવું કે અપનાવવું એ આપણા પર નિર્ભર છે. શીખવું એવું કે જીવન માં પ્રકાશ ફેલાય.
કહેવાય કે જીવન માં શીખવા માટે કોઈ ઉંમર નથી અને શીખવાનું તો દરેક પાસે થી છે.....!!!
#શીખો