Gujarati Quote in Poem by soham brahmbhatt

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

" આદત છે "

" તું પાસે તો નથી, છતાં તારી સાથે રહેવાની
...આદત છે મને.
તું કશું બોલતી પણ નથી, છતાં રોજ તને સાંભળવાની
....આદત છે મને.
મારી કવિતા તું નહીં વાંચે, છતાં કવિતામાં તને લખવાની
....આદત છે મને.
મળે છે ક્યાં તું મને, છતાં બંધ આંખે તને જોવાની
....આદત છે મને.
જાણું છું તું મારી નથી, છતાં તારું બની રહેવાની
....આદત છે મને.
તું લખતી નથી કશું મારા માટે, છતાં તને વાંચવાની
....આદત છે મને.
તું ક્યાં સાંભળે છે કશું,છતાં તને બધું કહેવાની
...આદત છે મને.
જાણું છું તું ક્યારેય નહીં આવે,છતાં તારી રાહ જોવાની
....આદત છે મને.
જાણું છું બધું છતાં ચાહું છું તને, જાણીજોઈને અજાણ
બનવાની....આદત છે મને.
નસીબમાં નથી તું, છતાં પ્રાર્થનામાં તને માંગવાની
....આદત છે મને.
તું નથી મારા જીવનમાં,ખબર છે પણ તારી સાથે જીવવાની
...આદત છે મને. "

- સોહમ બ્રહ્મભટ્ટ

Gujarati Poem by soham brahmbhatt : 111443454
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now