બાળ ગીત - નિયમોનું પાલન રાખવું.
આ નિયમોનું પાલન રાખવું, માલમ !
આ નિયમોનું પાલન રાખવું,
આવડો મોટો મલક આપણો , કેવી રીતે બદલીએ માલમ ! કેવી રીતે બદલીએ.
મોલ, બજાર ને રેંકડી સોહામણી, સોશિયલ ડિસ્ટન્સ ને અનુસરીએ માલમ ! સોશિયલ ડિસ્ટન્સ ને અનુસરીએ.
બહારથી જ્યારે ઘરમાં પ્રવેશીએ, ત્યારે હાથ ને સેનીટાઇઝ કરીએ માલમ ! હાથ ને સેનીટાઇઝ કરીએ.
આવડો મોટો મલક આપણો , કેવી રીતે બદલીએ માલમ ! કેવી રીતે બદલીએ.
ઘરમાં બેસી સુરક્ષિત રહીએ, લોક-ડાઉન નું પાલન કરીએ માલમ ! લોક-ડાઉન નું પાલન કરીએ.
નાના બાળકો અને વૃદ્ધોની સંભાળ રાખીએ, જ્યાં ત્યાં ના થુકિયે માલમ ! જ્યાં ત્યાં ના થુકિયે.
ઉપર મુજબ નું અનુસરીએ, તોજ કોરોના થી બચી શકીએ માલમ ! તોજ કોરોના થી બચી શકીએ