Gujarati Quote in Poem by Daxa Parmar Zankhna.

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

*પતંગ*

વરસો પછી પતંગ ઉડાડુ એવો ભીતરે હતો ઉમંગ,
આજે મારે પણ ઉડાડવો હતો પતંગ.

કેમ મુજને મળ્યો નહિ સાજનનો એ સંગ ?
આશા અને અરમાનોની ચગાવવી હતી પતંગ.

ભરવા હતા એમાં આપણી પ્રીતના રંગ,
તું બન્યો હોત દોર તો હું બનત તારી જીવનપતંગ .

કેમ રહી ગયું આજે ગગને એકલું વિહંગ ?
જુદાઇની દોરીથી વીંધાઈ ગયું મારુ અંગ.
દોર વિના આજે પતંગ બની ગયો અપંગ.

..... _ઝંખના_ ..

Gujarati Poem by Daxa Parmar Zankhna. : 111441741
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now