#શૂરવીર
અમાસ ના તારા જેવી ચમકતી તલવારો છે,
હણહણતી માણકી ની ઉપર એક સવાર છે,
ધરતી ને ધ્રુજાવતા એમના ડગલાં છે ને
પહાડો ને બાથ ભીડે એવી એમની ભુજાઓ છે.
એ શૂરવીર છે જેના પાળીયા કોતરાઈ છે,
એ વીર છે જે ગગનભેદી વીજળી ની જેમ તેજ છે,
જેનો અવાજ ગર્જના બની ફફડાટ ફેલવાઈ જાય છે,
એ શુરવીર છે દેશ ની માટે કંઈક કરી જાય છે.
પણ હું ઓળખું છે એક એવા શૂરવીર ને જે છે થોડા અલગ,
મજબૂત એમનું શરીર નહિ પણ એમના ઈરાદા છે,
જે મોત ની સામે રોજે રોજ ટક્કર લેતા જાણે છે,
જે લડે છે એક અલગ જ લડાઈ, મારવા નહીં બચાવવાની,
એક વૈદય બની, વિદ્વાન બની, શૂરવીર બની લડતા જાણે છે.
એ શ્વેત વસ્ત્રધારી ભીષ્મ ની જેમ બાણ સઈયાં પર પડ્યા છે,
જીવ બચાવવા જતા કોઈકે પથ્થર એમના પર ફેંક્યા છે,
પરિવાર થી દુર રહી ને પણ કેટલાઈ પરિવાર બચાવ્યા છે,
આ દેશ ને આ મહામારી થી લડતા શીખવાડ્યું છે.
શૂરવીર કહો, મસીહા કહો, કે કહો એમને ભગવાન,
જીવ આપી જીવ બચાવે આપો એને પણ થોડું માન.