Quotes by Pinakin joshi in Bitesapp read free

Pinakin joshi

Pinakin joshi

@pinakin
(153)

મને તું પૂછે છે વારે વારે કે યાદ આવે છે મારી અત્યારે,
જો એક જુઠ ને દોહરાવ્યે તો એ પણ સાચું બની જાય છે


પીનકીન જોશી

Read More

સામાન્ય જનજીવન દરમિયાન એક માં એના દીકરા ને વેહવારુ બની લોકો સાથે હળવાં મળવા નું કહે,
અને મહામારી મા છોકરો એની માં ને સોશિઅલ ડિસ્ટનસિંગ શીખવાડે

પીનકીન જોશી

Read More

એક સાચો દોસ્ત ગુમાવી,અરણ્ય માં એકલી
રેતી ના ઢગ સમાં મૃગજળ માં તણાતી મજધારે છે
અને મારી સામે હોવા છતાં અદ્રશ્ય છે

પીનકીન જોશી

Read More

રમત સમજી રમતા હતા,અને હર વાર જીતતા પણ હતા
આજે હારી ને ખબર પડી એ રમત નું નામ તો પ્રેમ હતું

પીનકીન જોષી

#શૂરવીર

ધણધણ ધ્રૂજી આજે આ ધરા,
તોફાની બન્યા જે આ વાયરા,
આ ડમરી જે ઊડી રાતીચોળ,
ના આ કોઈ અંત નથી ધરતી નો આજે,
બસ કેસરિયો કરી ગયો કોઈ શૂરવીર આજે.

Read More

#શૂરવીર

શૂરવીર માત્ર એક લાડવૈયો હોય એવું જરૂરી નથી,
ધડ થી માથું અલગ કરે એ પણ શૂરવીર છે અને
તાજા જન્મેલા બાળક ને છાતીસરસુ ચાંપે એ પણ શૂરવીર છે.

Read More

#શૂરવીર

વીર કહો, મહાવીર કહો કે કહો એને શૂરવીર,
જે બાવડે ફેરવી આપે નદીઓ ના નીર,
સામર્થ્ય અને આપબળ છે એની ઢાલ,
પળે પળે આગળ વધે ભલે જોવે રાહ એની સ્વયં કાળ.

Read More

#Knight

A knight is more than his armor,
A knight is not just a charmer,
He fight at battlefield just to get home,
no matter where he goes, all road leads to Rome.

#શૂરવીર

અમાસ ના તારા જેવી ચમકતી તલવારો છે,
હણહણતી માણકી ની ઉપર એક સવાર છે,
ધરતી ને ધ્રુજાવતા એમના ડગલાં છે ને
પહાડો ને બાથ ભીડે એવી એમની ભુજાઓ છે.

એ શૂરવીર છે જેના પાળીયા કોતરાઈ છે,
એ વીર છે જે ગગનભેદી વીજળી ની જેમ તેજ છે,
જેનો અવાજ ગર્જના બની ફફડાટ ફેલવાઈ જાય છે,
એ શુરવીર છે દેશ ની માટે કંઈક કરી જાય છે.

પણ હું ઓળખું છે એક એવા શૂરવીર ને જે છે થોડા અલગ,
મજબૂત એમનું શરીર નહિ પણ એમના ઈરાદા છે,
જે મોત ની સામે રોજે રોજ ટક્કર લેતા જાણે છે,
જે લડે છે એક અલગ જ લડાઈ, મારવા નહીં બચાવવાની,
એક વૈદય બની, વિદ્વાન બની, શૂરવીર બની લડતા જાણે છે.

એ શ્વેત વસ્ત્રધારી ભીષ્મ ની જેમ બાણ સઈયાં પર પડ્યા છે,
જીવ બચાવવા જતા કોઈકે પથ્થર એમના પર ફેંક્યા છે,
પરિવાર થી દુર રહી ને પણ કેટલાઈ પરિવાર બચાવ્યા છે,
આ દેશ ને આ મહામારી થી લડતા શીખવાડ્યું છે.

શૂરવીર કહો, મસીહા કહો, કે કહો એમને ભગવાન,
જીવ આપી જીવ બચાવે આપો એને પણ થોડું માન.

Read More

કેવી આ બીમારી છે ને કેવી છે આ મહામારી,
સાંત્વના દેવા હાથ નથી અને રડવા કોઈ ખભો નથી.

પીનકીન જોશી