રોતલ દેશની રોતલ પ્રજા
#આનંદી , આનંદ શબ્દનું વિશેષણ છે, તેથી કોઈ નામવાચક શબ્દની આગળ લગાડવાથી તે શબ્દ વિશેષ બની જાય છે. જેમ કે #આનંદી બેન, #આનંદી ભાઈ (?)😁, #આનંદી કાગડો, #આનંદી સ્વભાવ, #આનંદી રાજા, #આનંદી પ્રજા, ... અરે આ #આનંદી પ્રજા પરથી યાદ આવ્યું કે, ૨૦૨૦નાં ૧૫૬ દેશોના હેપીનેસ ઇન્ડેક્સમાં ફિનલેન્ડ દેશ સતત ત્રીજા વર્ષે નંબર વન આવ્યો. અને આપણો ભારત દેશ છેક ૧૪૪ ના સ્થાને છે. મતલબ એ કે આપણો દેશ #આનંદી દેશ નથી. આપણી પ્રજા #આનંદી પ્રજા નથી પરંતુ રોતલ પ્રજા છે. જે દેશની પ્રજા સદીઓથી અધ્યાત્મિક છે, તેની આવી દશા? આપણે વાત વાતમાં રોતા લોકો?🤔 સવાલ એ નથી કે પાકિસ્તાન શા માટે આપણા કરતાં હેપ્પિનેસ ઇન્ડેક્સ આગળ છે, પણ આખરે આપણે આવા કેમ?
હું આપને પૂછું કે શું આપની ગણના આનંદી લોકોમાં થાય છે, તો મોટે ભાગે લોકો કહેશે કે હા હા આપણે તો આનંદમાં છીએ, મજામાં છીએ. પણ વાસ્તવમાં આપ આનંદી છો એ કેવી રીતે ખબર પડે? તો થઈ જાઓ તૈયાર એક કાગળ અને પેન લઈને. અહી એક નાનકડી સાયકો ક્વિઝ આપી છે, તેના દરેક પ્રશ્નનો જવાબ 'હા' કે ' ના ' માં આપવાનો છે. તૈયાર છો? આખરે આ રોતલ પ્રજા અને તેના રોતલ દેશની ઇમેજનો સવાલ છે.
૧. જ્યારે તમે તમારી ચાવીઓ કે ટિકિટો ખોટી રીતે મૂકી હોય ત્યારે તમે ખૂબ જ નારાજ થઈ જાવ છો?
(a) હા (b) ના
૨. શું તમે વૃધ્ધાવસ્થા થી ડરો છો?
(a) હા (b) ના
૩. શું તમે ચાર મહિનાની મુસાફરી કરવા માંગો છો?
(a) હા (b) ના
૪. શું તમને અણધારી ભેટ આપવાનું ગમે છે?
(a) હા (b) ના
૫. શું તમારી પાસે તમારી વર્તમાન જીવનશૈલીને છોડીને નવી શરૂઆત કરવાની હિંમત છે?
(a) હા (b) ના
૬. જો ત્યાં ભવિષ્ય ઉજ્જવળ લાગે તો તમે બીજા દેશમાં નોકરી સ્વીકારશો?
(a) હા (b) ના
૭. શું તમને લાગે છે કે તમે આર્થિક આઘાતમાંથી બહાર આવી શકો છે?
(a) હા (b) ના
૮. શું તમને બીમાર લોકોને મળવાનું પસંદ નથી?
(a) હા (b) ના
૯. શું તમે અંધશ્રદ્ધાળુ છો?
(a) હા (b) ના
૧૦. શું તમને ફેશનની રીતે પહેરવાનું ગમે છે?
(a) હા (b) ના
૧૧. શું તમને એક નાના, અંધારા ઓરડામાં બેસી જવું ગમે છે?
(a) હા (b) ના
૧૨. શું તમને લાગે છે કે તમારું કામ નુકશાન કરે છે અથવા તમારી કાર્યક્ષમતા ઘટી જાય છે જ્યારે હવામાન ખરાબ હોય છે?
(a) હા (b) ના
આ ક્વિઝ નું પરિણામ અને પૃથક્કરણ હું બુધવારે અહી માતૃભારતી પર મૂકીશ.
#આનંદી