છું હું આનંદી, ને એ પણ ફક્ત તારી સાથે, એનું ગુરૂર નહીં કરૂં,
કે તને મળવા પાંપણો ભીંજવી છે, પણ શરૂ હું નહીં કરૂં.
કેવી કેવી વાતો ને કેટ કેટલી વાતો કરીશું, એ વિચારવાનું ગજું નહીં કરૂં,
તું કોઈ દિ' રિસાશે, તો મને વાંધો નથી,પણ રોજ રોજ મનાવવાનું, ચાલુ હું નહીં કરૂં!!
આવું હોય તો, આવી જજે, આથમણી સાંજે, કે રોજ રોજ, સૂરજ ને આમ ડૂબાડવા નું, હું નહીં કરૂં,
કેટ કેટલાય ખ્વાબો જોયા તા, પણ દરિયા ને, રોજ અહીં, કિનારે લાવવાનું, કામ હું નહીં કરૂં,
લોકો તો કહે મને, કે તું બેફામ થઈ ને લખે છે,પણ કલમ ને રોજ,આમ આંસુ માં ઝબોળવાનું નહીં કરૂં,
સુકાઈ જવાના શબ્દો આ બધા એક દિ,પણ તારી પાંપણ ને આમ,ભીંજાવાનું, કામ હું નહીં કરૂં...!!
✍️ અલય
💕ALAYSWORK@YAHOO.COM💕
તારીખ ૧૮ મે ૨૦૨૦
#આનંદી