Gujarati Quote in Poem by Hiren Kathiriya

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

આ રજા તણી સજા હવે જાય તો સારું,

દેશમાંથી કોરોના ને હવે ભગાવાય તો સારું.

મિત્રો થી મુલાકાત હવે થાય તો સારું,

સુખ દુખ ની વાતો એક-બીજાથી હવે થાય તો સારું.

આ માસ્ક પહેરવાની બલા હવે જાય તો સારું,

ફરી માણસ હવે હાથ મિલાવતો થાય તો સારું.

મંદિર ના તળાઓ ખુલી જાય તો સારું,

ફરી પ્રભુ ભક્તિના ગીતો હવે ગવાય તો સારું.

સેવા કર્મીઓને આરમ હવે થાય તો સારું,

લોકો હવે થોડા સજાગ થાય તો સારું.

ઘણું ફરી લીધું બાર રસ્તા પર,

હવે મન થોડું જળવાય તો સારું.

વિદેશી વસ્તુઓ લોકો ને ભુલાય તો સારું,

સ્વદેશી વસ્તુઓ હવે અપનાવાય તો સારું.
-HK


#Lockdown
#BeVocalForLocal

Gujarati Poem by Hiren Kathiriya : 111438652
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now