Gujarati Quote in Song by Ashok Upadhyay

Song quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

એક ગીત મારા રંગભૂમિ નાં મિત્રોને સમર્પિત.

મિત્રો..ફરી મળીશું..જલ્દી મળીશું
જોશ જુસ્સા માં એન્ટ્રી કરીશું..
મેકઅપ થાશે..કોસ્ચ્યુમ સાથે
ધમધમતા નેપથ્ય ભરાશે..
ભેગા મળીને.. તખ્તો ગજવશું..
તમે આપણે.. નવરંગ રમીશું..
ફરી મળીશું..જલ્દી મળીશું..

મેકઅપની કમાલ દેખાશે..
પાત્રને નવો રંગ અપાશે..
સંગીતનાં સુર રેલાશે..
અંધકારમાં એનાઉન્સમેન્ટ ને..
દિગ્દર્શકની કમાલ દેખાશે..
પ્રકાશ સંયોજનના જાદુ..
સ્ટેજ પર નવી દુનિયા લાવશે..
ટેંશન મુક્ત હાસ્ય ફરી પીરસશું..
ફરી મળીશું , જલ્દી મળીશું..

આંગિકમ ની..પ્રેયર થાશે..
કટર્ન ને.. ફૂલ હાર ચઢાશે..
શ્રીફળના શુકનની સાથે..
ત્રીજી બેલની ગુંજ ગાજશે..
પ્રેક્ષક દેવની દાદ ભળશે..
તાળી મળશે..વન્સમોર થાશે..
સંવાદો ને.. દ્રશ્ય લાઇટ્સની..
નવી અનોખી ભાત રચાશે..
થોડી વાર છે..નવી રાહ છે..
આપ વિના અધૂરી ચાહ છે..
તમારી મારી આપણી..રંગભૂમિ તૈયાર છે..
ફરી મળીશું..જલ્દી મળીશું
જોશ જુસ્સા માં એન્ટ્રી કરીશું..
ફરી મળીશું જલ્દી મળીશું..
સાથે મળી તખ્તો ગજવશું..

અશોક ઉપાધ્યાય..

Gujarati Song by Ashok Upadhyay : 111436954
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now