સુર રેલાવતું સુરત
સુર રેલાવતું સુરત,
સ્નહે રેલાતું સુરત,
સુરતીલાલાઓનું સુરત,
સગપણ સોનાનું છે!
ઘીમાં ગોઠવાયેલી ઘારી,
લોચા ખમણની લારી,
રંગત લેતા સૌ લહેરી,
જમણ જમતા સૌ શહેરી!
કાપડ ઉદ્યોગ શાન છે,
હીરા જરી એની જાન છે,
ઘાંચી ગોલા ખત્રી કમાલ છે,
પૂરમાં પણ મોજતી ધમાલ છે,
તાપી માઁ એની સાક્ષાત્કાર છે,
સૌ અડી જાય એ અડાજણ છે,
જ્યાં અંધેર નહીં એ રાંદેર છે,
વાલા અટકે રહે એ પુરા છે,
નાનપુરા-ગોપીપુરા-રૂસ્તમપુરા છે,
કોઈ અથવા નથી એ અઠવાગેટ છે,
ભાગળ ચૌટાની ભીડ છે,
ગૌરવપથની રાત રંગીન છે,
સેટેલાઇટની માયા સંગીન છે,
ઘોડદોડ પર ઘોડા જેવી સ્પીડ છે,
ઉધનાની અટારી અજાયબ છે,
મીની સૌરાષ્ટ્ર સમું વરાછા છે,
અમરેલી વસે એવુ અમરોલી છે,
શરુ થતું ત્યાં કામરેજ છે,
ને પૂરું થતું ત્યાં સચિન છે,
સુમુલ ડેરી સદાબહાર છે,
સાર્વજનિક ટ્રસ્ટ અદાકાર છે,
હજીરા ઉદ્યોગ હાજરાહજુર છે,
ડુમસનો દરિયો ભરપૂર છે.
-સેતુ