પ્રિયતમની વ્યાખ્યા કઇંક એવી આપું,
ખુબીઓ અજવાશમાં ને ખામીઓ અંધારી રાખું
દેખાવડાના દાયરામાં નથી બાંધવુ,
જરુર પડે તો બસ એટલું જ માંગવુ કે
ચેહરામાં એનાં સાદગી હોય,
શણગાર એનો વ્યાજબી હોય,
સુંદરતા એની થોડીક જાહેર
અને વધુ ખાનગી હોય
મળશે અગર રાહ કદી,
તો એકલતાનાં કોઈક ખુણે બેસી,
વાતોની મહેક માણવી છે.
સમયની પરવા ભુલી,
દુનિયાને બાજુએ મુકી,
એને નિઃસ્વાર્થભાવે જાણવી છે.