હતી ઉંમર પ્રેમમાં પાગલ થવાની અને થઈ ગઈ હું તો પાગલ મારા દોસ્તોની દોસ્તીમાં. રંગ એવો ચડ્યો એમની દોસ્તીનો કે પ્રેમમાં પાગલ થવા માટે અવકાશ જ ન રહ્યો. આભાર એ દોસ્તો તમારી દોસ્તી માટે. નચિંત બનીને રહું છું હું આ દુનિયામાં, દોસ્તો છે મારી આસપાસ ભગવાને મોકલેલા દૂત સમાન.
આ એક જ તો સંબંધ એવો છે જેમાં પાગલપન ને પણ કોઈ વખોડતું નથી.
#પાગલ