ઓ.....ય 'મીઠડા',
આજે 5 નહિ,25 નહિ,પણ 50 દિવસના વહાણાં વીતી ચૂક્યાં.તને મારા આગોશમાં જકડી લેવા મારું મન કેટલું તલપાપડ છે,એનું લગીરે ભાન છે તને...???
અરે યાર,પ્લી...ઝ,તું આમ રિસાઈ ન જા...
હું રોજ મારા ઘરની બારીમાંથી છાનીમાની તને જ તો જોયા કરું છું.શાંતિથી તને નિરખવા માટે અનિમેષ નેત્રે એક કલાક સુધી અગાસીમાં ઊભી રહું છું.
આ તો 'બકા' વિધિની વિડંબના છે...
બાકી તારી દીપુ તારાથી એક દિવસ માટે પણ દૂર રહે એવું કોઈ દી'બન્યું છે ખરું...???
તું કંઈક તો બોલ 'Dear'...
Okkk ચાલ,આજે તો તને મળવા 100% આવવું જ છે. જેને જે કહેવું હોય એ કહે... પણ મારાથી કાંઈ 18th May સુધી તારો વિયોગ સહન નથી થાય હોં...
5 જ મિનિટમાં તૈયાર થઈને આવું છું હોં...તારી જોડે મેચીંગ થાય એવો તારો મનપસંદ 'Royal Blue Dress' પહેરીને...આજે તો પૂરો એક કલાક આપણે સાથે ફરીશું અને મન ભરીને વાતો કરીશું હોં...
મિત્રો,આપ સૌને મારા 'મીઠડા'નું નામ જાણવાની ઉત્કંઠા તો હશે જ ને...???
તો ચાલો Suspense ખોલી જ દઉં....
એ છે મારું "Favourite Scooter Fesicino"🌷