એક વાત નવાઈની થઈ
વાત ખુદને ચાહવાની થઈ

જાણે અજાણે ઘણી દુભાવી
વાત ખુદને મનાવાની થઈ.

હતી ઘણી દૂર મંઝિલ
વાત બસ હવે પામવાની થઈ.

હરપળ મળી બસ ઠોકર
વાત એને હવે ચૂમવાની થઈ.

બીજામાં વ્યસ્ત રહેતી
વાત હવે સ્વનો પરિચય કરવાની થઈ.
#પરિચય

Gujarati Poem by HEMANGINI : 111432551
Er.Bhargav Joshi અડિયલ 7 year ago

વાત ખુદ ને આંબવાની થઈ....👌👌👌

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now