પેલા ડૂબતા સૂરજ ને થોડી વાર માટે ક્ષિતિજ ઉપર Pause કરી ને, આકાશ માં સંધ્યા ના રંગો નો થોડો Contrast વધારી ને, દરિયા ની બરોબર વચ્ચે એક ગુલમ્હોર નો હિંચકો બનાવી, એના ઉપર તને બેસાડી, દરિયા ના અવાજો ને Mute કરી.. બસ, તને એટલું જ કેહવું છે...
‘I Love you
દરિયા ના બે કાંઠાઓ વચ્ચે એક Fly Over બનાવી, એના ઉપર આખી વસંત પાથરી ને, તારી સાથે ચાલતા ચાલતા.. બસ, તને એટલું જ કેહવું છે..
‘I Love you
એક ખાલી વાદળા માં અઢળક ગુલાબ ભરી ને, એ વાદળા ને આકાશ માં ઉડાડી, તારા ઉપર ગુલાબ નો વરસાદ કરી ને.. મારે તો ફક્ત એટલું જ કેહવું છે..
‘Don't Mind, I Love you
રોજ સવારે તારા ચેહરા ઉપર ઝાંકળ પથરાવી, મારી આંખો માં સૂરજ ઉગાડી, તારા ગાલ ઉપર મેઘધનુષ રચી ને, મારે તો તને એટલું જ કેહવું છે..
‘ Really, I Love you
ફક્ત ૨ મિનિટ માટે, તું મારી સાથે ચંદ્ર પર આવીશ ? ચંદ્ર એ કેટલાય વર્ષો થી અરીસો જોયો જ નથી.. તો મને થયું કે એને તારો ચેહરો જ બતાવી દઉં.. પછી ભલે ને ચંદ્ર થોડા દિવસ Over Confidence માં ફરે કે.. ‘આપણા માં ડાઘ છે જ નહિ’... એ ખુશ ખુશાલ ચાંદની ના આછેરા ઉજાસ ના સમ ખાઈ ને કેહવું છે તને..
‘I Love you
૫૦૦ ગ્રામ વાદળ ના ટુકડા ઉપર એક સળગતી મીણબતી મૂકી ને, ઝગમગતા તારાઓ ની વચ્ચે, પેલા પૂનમ ના ચંદ્ર ની સાક્ષીએ, Background માં વીજળી ના કડાકા અને વરસાદ ના અવાજ ની Special Effects ની સાથે કહેવું છે તને...
‘I Love you
સૂરજ ની લાલાશ ને એક રીફીલ માં ભરી, એ લાલ પેન થી સફેદ વાદળ ઉપર બધા વાંચી શકે એવી રીતે લખવું છે...
‘Honestly, I Love you
શું શુભ કે લાભ ? મારા જીવતર ના પંચાંગ માં, તારા નામ ના ચોઘડિયા બનાવી, તને અનુકુળ નક્ષત્રો રચી ને એક વાર કહેવું છે..
‘I Really Love you
વસંત હશે ફૂલોને ખીલવા માટે નું કારણ.
અમે તો તારા નામ ની મોસમ થી ખુલીએ અને ખીલીએ છીએ. વહેલી પરોઢે, ફૂલોની એકલતા જોઈ એને વળગી પડતી ઝાંકળ જેવી એક કવિતા ની જેમ તને જીવીએ છીએ. Boss, તું કવિતા છે. હવા માં જેનો પ્રાણવાયુ હશે એ બીજા.. મારો પ્રાણવાયુ તો કવિતા છે... એ કવિતા ના સમ...
‘I Love you