આપણે બીજા ના માટે કે બીજા ની નજર માં સુંદર(સારા) દેખાવા માટે,તેમજ સુંદર(સારા) લાગવા માટે રોજે રોજ કેટલાય પ્રયત્નો કરીએ છીએ,તેમજ રોજે રોજ કેટ કેટલાય પ્રકાર ની અલગ અલગ બ્રાન્ડ ની હાઈ પ્રોફાઈલ કોસ્મેટિક્સ પ્રોડક્ટ્સ ખરીદવાં માટે ધૂમ પૈસા ખર્ચતા હોય છીએ.માત્ર ને માત્ર એટલા જ માટે કે બીજા એમના દેખાવ ના વખાણ કરે.પોતાના વખાણ બીજા નાં મોઢા થી સાંભળવા માટે આટલી મોટી કિંમત ચુકવી પડે આતો ખરેખર આજે જ એક ફ્રેન્ડ ના માધ્યમ થી આટલું બધું સમજાયું.કે આપણે ખરેખર બીજા નાં પર જ નિર્ભર થઈ ગયા છીએ.બીજા ના અભિપ્રાય જ આપણા બધાં માટે સર્વસ્વ થઈ ગયા છે.હર હમેશ બીજા ની નજર માં સારા લાગવા કે દેખાવા જોઈએ બસ બીજુ બધું ભાડ માં ગયું.પણ મને એમ થાય છે.કે કાશ આપણે આટલા જ પ્રયત્નો એક સરળ માણસ બનવા માં તેમજ સરળ માણસ થવા માં કરીએ તો જીવન ની તમામ સમસ્યા નું નિરાકરણ આપો આપ જ થઈ જાય.
🙏🙏🙏🙏🙏🙏🙏
કેશર કુંજ