ઉર આયનામાં દરાર થઇ છે
હવે સાંધો કે રેણ ના થઇ શકે
માન્યુ હતું કે મારા નીજના છે
આજ સમજાયુ કે એ થાપણ પારકી છે
સપનાનો ભાર ઉઠાવશે કેમ જિંદગી?
એ તો ખુદ બટકણી એક ડાળ થઇ છે
આયનામાં પ્રતિબિંબ કરતા ડોકિયા
જોયું તો આઘાતની રૂડી ભાત થઇ છે.

Gujarati Poem by Kundan Langalia : 111432028

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now