સંબંધો ની આટીઘુંટી
પગલું - ૧
ક્રિશા : ઓ.. મહારાણી પૂજા દેવી !! જય હો... જાગો.. બપોર નો એક વાગ્યો છે હો ..
પૂજા : અરે.. તું !! તું ક્યારે આવી ?
ક્રિશા : લો.. બોલો.. અમારી તો આ દુનિયામાં કોઈને કદર જ નહીં..
પૂજા : હમમ...
ક્રિશા : ઑય.. શું થયું છે?? કોઈ એ કઈ કીધું ??
પૂજા : ના..
ક્રિશા : તો ! મજા નથી ??
પૂજા : ના.. ઓકે જ છું !
ક્રિશા : એક લાફો જીકીશ ને ઓકે વાળી મોટી !! મને ખબર પડે તારા હમમ પરથી.. બેસ્ટ ફ્રેન્ડ નામની જ નથી કઈ ..
પૂજા : કઈ નથી...
ક્રિશા : મંથન..!!! એ જ ને ?!
પૂજા : ( નવાઈ થી ક્રિશા સામે જુવે છે )
ક્રિશા : ખબર જ હતી .. હવે શું કર્યું એણે ?
પૂજા : કર્યું કઈ નથી એ જ તો પ્રોબ્લેમ છે .
ક્રિશા : એટલે ?? ફરી એ જ રામાયણ ?
પૂજા : હા..
ક્રિશા : તો મૂકી દેને એને..
પૂજા : આ કઈ રમત ચાલે છે ? લાગણી ઓ છે મારી.. સંબંધ છે !
ક્રિશા : તારી માટે એ સંબંધ કે લાગણીઓ હશે ..પણ એની માટે તો કઈ નથી ને આ !!
પૂજા : હમમ..
ક્રિશા : એ તને મેસેજ ન કરે, તું કરે તો કલાકો પછી રીપ્લાય આપે, ક્યારેક તો દિવસો સુધી વાત પણ નઈ કરતો, નથી તને કોલ કરતો.. ને એ બધું તો ઠીક, પણ એ તારી રિસ્પેકટ પણ નઈ કરતો ! આવા વ્યક્તિ પાછળ લાગણીઓ બગાડી ને શું મળવાનું તને ?
પૂજા : હમમ ..
ક્રિશા : શું હમમ ???
પૂજા : હું બધું જ સમજુ છું યાર.. મને પણ મારી મૂર્ખામી દેખાય છે પણ એ વ્યક્તિ ગમે છે ને એટલે બધું જ અવગણું છું. મારી જાત પણ નથી દેખાતી એની સામે ..
ક્રિશા : ઓકે ડીયર.. પણ હવે ધ્યાન રાખજે..
પૂજા : હા.. હવે નહી કરું મેસેજ સામેથી ! પાક્કું .. ગમે તે થઈ જાય ..
ક્રિશા : સાચે ?? મીન્સ તું જ પછી સામેથી જાય છે બેજ્જતી કરાવવા.
પૂજા : હા.. આ વખતે નઈ જાવ .
ક્રિશા : ધેટ્સ માય ગર્લ !
પૂજા : યેસ ..
પૂજા અને ક્રિશા નાસ્તો કરે છે .. થોડી વાર રહીને પૂજા વોટ્સ એપ સ્ટોરી જોતી હોય છે, એમાં અચાનક મંથન નથી સ્ટોરી ખુલે છે,
જેમાં એક ફોટો નીચે કેપશન લખેલું હતું - " ફિલિંગ ધી નેચર !! "
અહી પૂજા એ તરત જ સ્ટોરી માં રીપ્લાય ટાઈપ કરીને સેન્ડ કરી દિધો - " ઓહ.. ધેટ સાઉન્ડસ ગુડ ! "
ક્રિશા પૂજાની સામે જોતી હતી ને પૂજા એ ઈશારા થી માત્ર સોરી જ કીધું !
એ વાત ને ૨ કલાક ને ૧૩ મિનિટ વીતી ગઈ હતી, પણ હજુ પણ મંથન નો મેસેજ ન્હોતો આવ્યો ! ને પૂજા.. એ હજુ પણ એની ચેટ ખોલી ને બેઠી હતી ..!
આ કેવાં સંબંધ ?? કેવા કેવા રૂપ હોય છે સંબંધો નાં !! જ્યાં એક વ્યક્તિ સંબંધ સાચવવા ઘસાય જવા પણ તૈયાર હોય છે ને સામે બીજી વ્યક્તિ ... એ બીજી વ્યક્તિ છીણી બનીને પેલી વ્યક્તિ ને છોલી નાંખે છે !
ફરી મળીશું .. એક નવી વાર્તા સાથે.. આ "સંબંધો ની આટીઘુંટી" માં ..!