Gujarati Quote in Motivational by મોહનભાઈ આનંદ

Motivational quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

હંમેશા " હું" કરું છું. એવો સ્પષ્ટ ભાવ આપણને,હોય છે. આપણી જીવનશૈલી માં, વ્યવહારિક બુદ્ધિ થી હું કર્તા છું' , મેં કર્યું એવી સમજણ હોય છે,અને હું કર્તા છું', તો પછી ભોક્તા કોણ છે?

વાસ્તવમાં, આ સમજણ વ્યક્તિગત છે, અને દુનિયાદારી ની દ્રષ્ટિ માં સત્ય ભાસે છે. પરંતુ તાત્વિક દ્રષ્ટિ એ આ સમજણ સત્ય નથી, ભ્રમણા છે. કારણ કે,‌હુ કરુંછું , એને જ અજ્ઞાન કહેવાય છે.

નરસિંહ મહેતા કહે છે: હું કરું, હું કરું, સકટ  નો ભારજેમ શ્વાન  તાણે, એટલે કે ગાડા નીચે ચાલતો કુતરોએવું સમજે છે , કે ગાડા નો ભાર હું વહન કરી રહ્યો છું,પણ વાસ્તવિકતા જુદી હોય છે.

જેમ ગાડાનો ભાર ,બળદ ખેંચી ને વહન કરે છે. તેવી જ રીતે , આપણું શરીર અને ઈન્દ્રિયો , મનના આદેશ અને બુદ્ધિ ની નિર્ણય શક્તિ ને આધિન થઈને જ,સંસાર ના દરેક કર્મ નું વહન કરે છે, આમ ઈન્દ્રિયો જકર્તા છે, પરંતુ જેના માં કર્તા પણાની ભાવના નું અજ્ઞાનછે, તે એવું સમજે છે, હું એટલે આ દેહ હું છું, અનેહું જ કર્મ નો કર્તા અને ભોક્તા છું.

આ કર્મ નો કર્તા ભોક્તા ભાવ કેમ ઉત્પન્ન થાય છે.?એ સમજવાની જરૂર છે. આ સનાતન સત્ય નહિ સમજી એ, તો પછી ગમે તેટલી વાર ગીતા વાંચો, તમનેસમજણ પડશે નહીં.

જીવ, ચૈતન્ય કે આત્મા છે કહો તે, આ માનવ શરીર માંશામાટે આવી માનવદેહ ધારણ કરી અવતરણ કરે છે?એને કંઈક ભોગવવા ની ઈચ્છા છે, એનામાં કંઈક તૃષ્ણાછે, એના માં અતૃપ્તિ નો ભાવ પેદા થાય છે. આ ભાવનીપૂર્તિ અર્થે માનવ શરીર અને ઈન્દ્રિયો તથા વિચાર કરવામન અને નિર્ણય કરવામાં બુધ્ધિ ની જરૂર પડે છે.તેથી એસૂક્ષ્મ થી પણ સૂક્ષ્મ  આત્મ ચેતના , અન્ન દ્વારા માતા પિતાના દેહ દ્વારા માનવશરીર ધારણ કરે છે.


આમ, વારંવાર આત્મચિંતન ના અભાવે, શરીર દ્વારા, ઈન્દ્રિયો દ્વારા કર્મ કરી શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધ ની,અનુભૂતિ કરીને પણ અતૃપ્તિ નો જ અનુભવ કરે છે્એને શાશ્વત શાંતિ કે તૃપ્તિ ની અનુભૂતિ થતી નથી,કારણ કે શરીર અને ઈન્દ્રિયો પ્રાકૃતિક છે, પરિવર્તન શીલછે એમાં પુર્ણતા નથી, માટે જન્મ મરણ ના ચક્કર તેના ચાલ્યા કરે છે.

તેથી, વાસ્તવિક રીતે કર્મ ઈન્દ્રિયો દ્વારા થાય છે, તેનું ભાન એટલે કે સભાનતા કેળવવી પડે. મતલબ તમે કર્તા નથી પરંતુ ,કર્મ ના સાક્ષી છો, એવોજ્ઞાન પૂર્ણ અને જાગૃતિ નો અભ્યાસ કરવો જોઈએ.

આ જાગૃતિ કંઈ એક દિવસમાં મળી જતી નથી ,તમારેનિત્ય નિરંતર હું નો ત્યાગ કરી,  વિતરાગી બનીને કર્મ ,કરવા ના છે, અને ધ્યાન દ્વારા કે ભક્તિ દ્વારા દેહાભિમાન છોડી , આત્મ ભાવે તટસ્થ રહીને જાગૃતિમાં રહેવું પડશે,

જ્યારે જ્ઞાન ની સાત ભૂમિકા પાર કરીને,મન જીતી  તુરિયા  અવસ્થા માં પ્રવેશ કરશો , એટલેઆપોઆપ કર્તાભાવ છૂટી જશે, બહું કઠીન સાધનાનથી, ફક્ત અભ્યાસ કરવાની અને દેહ અધ્યાસ છોડવા ની જરૂર છે. તમે અનાસક્તિ માં સ્થિતિ મેળવી કર્મ નાબંધનો થી મુક્ત થઈ જશો..ૐ...


ધ્યાન દ્વારા, તમે આત્મચિંતન કરી, મનનો સ્વભાવ જીતી
લો, બુદ્ધિ ના તર્ક ની સીમા ઓળંગીને ચિત્ત માં રહેલાકર્મબીજ ના સંસ્કાર નાશ કરો, હું દેહ અને ઇન્દ્રિયો નહીંપરંતુ ચૈતન્ય છું, શાશ્વત છું એવો ભાવ કેળવો, અનેકર્તાભાવ છોડી ને ઈશ્વર અર્પણ બુધ્ધિ થી વ્યવહાર કરવો.જોઈએ

અનાસક્તિ અને નિષ્કામ તથા નિર્લેપભાવે કર્મ કરીનેજીવતે જીવ, દેહમાં જ વિદેહ મુક્તિ નો અનુભવ કરો.

{{==}}=={{====}}===={{====}}====={{==}}

Gujarati Motivational by મોહનભાઈ આનંદ : 111431893
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now