તું અને તું .
નિંદ્રા માં તું,તંદ્રા માં તું,
શમણાં માં તું , બ્રહ્મના મા તું,
વિશેષ તું સવિશેષ તું,.
રાત્રી માં તું, તારા માં તું
સંવાદો માં તું, વિવાદોઃ માં તું
આત્મા માં તું ,પરમાત્મા માં તું,
પ્રસાદ માં તું ,વિષાદ માં તું,.
મારા એક એક શ્વાસ માં તું
સમર્પણ માં તું ,મુક્તિ માં તું ,
અશ્રુ માં તું,વિશ્રામ માં તું ,
અવિરત તું,અવિભાજ્ય તું,
તીવ્ર તું, તીક્ષ્ણ તું,
અસંતોષ માં તું ,સ્વીકાર માં તું,,
વ્યર્થ તું, મારા જીવનનો અર્થ તું,
તુજ માં તું , અને મુજ માં તું ,
છે કોઈ સ્થળ જ્યાં બાકી છો તું?