આપણા ધર્મગ્રંથોમાં કહેવામાં આવ્યું છે કે દેવી- દેવતાઓના દર્શન માત્રથી આપણા દરેક પાપ નષ્ટ થઇ પુણ્યમાં બદલાઇ જાય છે. પછી શ્રી ગણેશ અને વિષ્ણુની પીઠના દર્શન વર્જિત કરવામાં આવ્યા છે.
ગણેશજી અને ભગવાન વિષ્ણુ બન્ને જ દરેક સુખોને આપનારા માનવામાં આવ્યા છે. પોતાના ભક્તોના દરેક દુખને દૂર કરે છે અને તેમની શત્રુઓથી રક્ષા કરે છે. જેમના નિત્ય દર્શનથી આપણું મન શાંત રહે છે અને દરેક કાર્ય સફળ થાય છે.
શાસ્ત્રો અનુસાર ગણેશજીને બુદ્ધિનાં દાતાં અને વિષ્ણુ ભગવાનને લક્ષ્મીપતિ માનવામાં આવે છે.તે બન્ને દરેક સુખોનાં દાતાં ગણાય છે.ગણેશજીને રિદ્ધિ-સિદ્ધિનાં દાતાં માનવામાં આવે છે.જેનાં પીઠનાં દર્શન કરવું વ્રજ્ય માનવામાં આવે છે.ગણેશજીનાં શરીર પર જીવન અને બ્રહ્માંડથી જોડાયેલાં અંગ નિવાસ કરે છે.
ગણેશજીની સુંઠ પર ધર્મ વિધ્માન છે તો કાનન પર ઋચાઓ, જમણાં હાથમાં વર,ડાબા હાથમાં અન્ન, પેટમાં સમૃદ્ધિ, નાભીમાં બ્રહ્માંડ, આંખોમાં લક્ષ્ય, પગમાં સાતલોક અને મસ્તષ્કમાં બ્રહ્મલોક વિદ્માન છે.ગણેશજીનાં સામેથી દર્શન કરવાં પર ઉપરોક્ત દરેક સુખ- શાંતિ અને સમૃદ્ધિ મળે છે.એવું માનવામાં આવે છે કે તેમની પીઠ પર દરિદ્રતાનો નિવાસ માનવામાં આવે છે.ગણેશજીનાં પીઠના દર્શન કરનાર વ્યક્તિ ભલે ને ધનવાન હોય પણ તેનાં ઘરે દરિદ્રતા આવવાં લાગે છે.આ જ કારણથી તેમની પીઠ નાં જોવી જોઇએ.તે જ રીતે ભગવાન વિષ્ણુની પીઠ પર અધર્મનો વાસ માનવામાં આવે છે.
શાસ્ત્રોમાં લખેલું છે કે ભગવાન વિષ્ણુની પીઠનાં દર્શન કરે છે તેનાં પુણ્ય નષ્ટ થાય છે અને અધર્મ વધે છે.આ જ કારણથી શ્રી ગણેશ અને વિષ્ણુની પીઠનાં દર્સન નાં કરવાં જોઇએ.તે સાથે મંદિરની બહાર નીકળતાં એ વાતનું પણ ધ્યાન રાખો કે તેમને પીઠ દેખાડીને નાં જાઓ તેનાથી બુદ્ધિ અને ધન બન્ને નાશ થાય છે