નથી ચાહત સુપર સ્ટાર બનવાની કે મોડેલ બનવાની,
છે ચાહત બાપ ની મર્યાદાની ચૂંદડીમા વિદાય થવાની.
રાખું છું એટલે લાજ મર્યાદા માવતરને શરમાવવું ન પડે,
જરૂર સિવાય દુનિયાની વ્યસન ફેશનનો રંગ અંગે ન ચડે.
ભાઈ પિતા ને ગર્વ રહે સદાય એમ આ આંગણું છોડવું છે,
સપનું એક હંમેશા નું હેત સ્નેહ થી આ ઘર ને જોડવું છે.
જળવાઈ રહે સદાય એક દીકરી તરીકે નું માન સન્માન,
દુનિયાના દેવ મારાં લીધે ન થાય મારાં માં બાપનું અપમાન.
ભલે રહેવા મળે દિવસ થોડા બાપ ના આ આંગણા મા,
સંસ્કાર મર્યાદા અને નિર્મળતાની ઉણપ ન રહે આપડા મા.
હોયભલે કળયુગ આડો નઆવે કદી આપણી કેળવણી મા
ભાઈ કુટુંબનું મસ્તક ઉંચુરહે સદાય મર્યાદાની જાણવણીમા
jigna.r.rabari.