મતભેદ
જે ક્ષણે હદય હાર્યું ,
એ ક્ષણ જીવન ની આખરી હતી .....(1)
ત્યજી હતી મે જીંદગી ,
વાત પણ એ વ્યાજબી હતી ....(2)
ક્યાં થી ફૂંકાયો એ પવન શોર્યનો ,
નસેનસ માં ઉઠેલી ચિનગારી જાણે બાળતી હતી......(3)
મન કહે ઉઠ ,ફતેહ કર હવે ,
પણ હદય ને વાત ક્યાં માનવી હતી .........(4)
કલેશ થયો ઊભો, થયો મતભેદ ગજબ નો ,
બને એ મજબૂત સાંકળ આજ વાપરી હતી ...(5)
ઑ રે મનવા જીદ ના કર ,
હદય એ હજુ સુધી બાજી સાચવી જ હતી ...(6)
ફરી અલંકૃત થઈ હુંકાર ભર્યો મને ,
ખરાખરીની જંગ તો હવે જામી હતી.......(7)
હદય રિસાણું પડ્યું એક ખૂણે ,
પણ કિસ્મત હવે મન ની જ વાત માનતી હતી ....(8)
ડો ,બ્રિજેશ મુંગરા