PLEASE BE AWARE OF THIS TYPE OF PEOPLE
આપણી આસપાસ બે પ્રકારના લોકો હોય છે એક તો સજ્જન કે સારા લાકો અને બીજા દુર્જન કે ખરાબ લોકો. સજ્જન લોકોની સાથે કોઈપણ રીતે પરેશાની નથી થતી. જ્યારે દુર્જન લોકોનો સાથ હંમેશા દુઃખ અને પરેશાનીઓ આપનાર હોય છે. દુર્જન લોકો માટે આચાર્ય ચાણક્યએ કહ્યું છે કે...
दुर्जनस्य च सर्पस्य वरं सर्पो न दुर्जन:।
सर्पो दंशति काले तु दुर्जनस्तु पदे पदे।।
અર્થાત્ દુર્જન અને સાંપ બંનેય ઝેરીલા હોય છે તેમ છતાં દુર્જનોની સરખામણીમાં સાંપ વધુ સારા હોય છે. કારણ કે સાંપ મોકો મળે ત્યારે કોઈ એકને જ ડંસે છે જ્યારે દુર્ઝન લોકો દરેક વખતે ડંસતા રહે છે.
આચાર્ય ચાણક્ય કહે છે કે આપણી આસપાસ જે દુર્જન લોકો છે તે સાંપથી વધુ ઝેરીલા હોય છે અને નુકસાનકારક હોય છે. જે લોકો કટપી અને નીચ હોય છે તેનાથી દૂર જ રહેવું જોઈએ. સાંપ માત્ર ત્યારે જ ડંસે છે કે હુમલો કરે છે જ્યારે તેને પોતાનો જીવ સંકટમાં દેખાતો હોય. સાંપ માત્ર એકવાર જ ડંસે છે.
તેની વિપરિત જે લોકો કપટી, નીચ અને દુરાચારી હોય છે તેઓ સદૈવ બીજાને કષ્ટ પહોંચાડે છે. આ લોકોને લીધે ઘણીવાર નિર્દોષ વ્યક્તિ પણ મોટી પેરેશાનીઓમાં ગૂંચવાઈ જાય છે. કપટી માણસ દરેક વખતે સમસ્યા ઊભી કરતા રહે છે. આ કારણ છે કે લોકો સાંપોથી પણ વધુ ખતરનાર હોય છે. આ લોકોથી દૂર રહેવામાં જ ભલાઈ હોય છે.