પિતા પુત્રીનો સબંધ છે અનોખો,
દુનિયામાં તેનો મળે નહિ જોટો.
પિતા પુત્રીનો પડ્યો બોલ ઝીલે,
પુત્રી પિતાને માં સામાન સાચવે.
દીકરી છે પિતા માટે વ્હાલનો દરિયો,
પિતા પુત્રીનો સંબંધ છે દિલનો.
પુત્રી પિતાને હકથી ગુસ્સો કરે,
પિતા પુત્રી સાથે બાળકની જેમ વર્તે.
પિતાને ખરા અર્થમાં સમજે તે પુત્રી,
પિતા પુત્રીને ઘરની ગણે લક્ષ્મી.
પુત્રીની આંખમાં આંસુ જોઈ પિતાનું હૃદય દ્રવી ઉઠે,
પુત્રીની વિદાય વખતે પિતા આંસુ રોકી ના શકે.
દીકરીનો પહેલો પ્રેમ હોય છે પિતા,
તે દરેક પુરુષમાં પોતાના પિતાની છબી શોધે.
આ પવિત્ર સંબંધને દીલથી નમન.
મારા સ્વર્ગસ્થ પિતાને દીલથી વંદન.
નિમિકા.
#દિલ