દિલ હસાવે.
દિલ રડાવે.
દિલ રમાડે.
દિલ સતાવે.
દિલ બેસાડે.
દિલ દોડાવે.
દિલનાં વશમાં થયા તમે તો..
દિલ પ્રેમીને પાગલ બનાવે.
દિલ શાંતિ.
દિલ અશાંતિ.
દિલ રૂદન.
દિલ મનન.
દિલ ગુંજન
દિલ ભજન.
દિલ ઈશ્વરનું મૌન સ્તવન.
દિલજો સમર્પિત કરો પ્રભુને.
દિલ પથ્થરને પરમેશ્વર બનાવે.
#દિલ