હમણાં જ ઓનલાઈન પ્રકાશિત ઇ બુક 'રજ થી સુરજ સુધી' પુરી કરી.
બાળપણમાં હરીશ નાયક લિખિત બાયોગ્રાફીઓ વાંચેલી, શાસ્ત્રીજી,વિક્રમ સારાભાઈ વગેરેની. એમાં તો એ વખતના રિવાજ મુજબ દરેક લેખને અંતે 'તો બાળ મિત્રો, એમના જેવા થવા ... કરો ને તેમ કરો' જેવું પણ લખતા.
અહીં પુરી વિવિધતા સભર 25 વાતો છે. ઇન્દ્રા નુઈ, સ્ટીફન હોકિંગ,સ્પીલ બર્ગ, જેફ્રી આર્ચર, કરસન પટેલ, બીલીઓનર બાર્બર,ક્રોનેશિયા ની પ્રેસિડન્ટ રૂપાળી સ્ત્રી, અવકાશયાત્રી ગુજરાતી સુનિતા પંડ્યા વિલિયમ્સ અને એવા લોકોની વાતો.
તેઓ જન્મે કેવી સ્થિતિમાં હતા, શું ભણ્યા કે ગણ્યા, કેવી રીતે ટોપ પર પહોંચ્યા અને આજની સ્થિતિની વાત. સરળ , આપણે બોલીએ તેવી શૈલીમાં.
જીવન ચરિત્રો પણ વાંચનનો એક પ્રકાર છે. વિંગ્સ ઓફ ફાયર પુસ્તક મેળામાંથી ખરીદી થોડા વખત પહેલાં વાંચેલી તેવી. તે એક બાયોગ્રાફીની બુક હતી તો અહીં 25 અલગ અલગ ક્ષેત્રની વ્યક્તિઓની.
આ વાંચી કોઈ આપણે રાતોરાત મોટી હસ્તિ નહીં બની જઈએ પણ પ્રેરણા તો મળશે જ, અને દરેક પ્રકરણ દીઠ અલગ સ્ટ્રેટેજી જાણવા મળશે.
25 રૂ. ની જ છે પણ સહુને મઝા આવે એવી છે.
હા, બીજી ઇ બુક્સ જેમ જ્યાં અટક્યા ત્યાં ફરી શરૂ કરો એટલે લાવી મુકતું નથી. દરેક વખતે પ્રસ્તાવના ખુલે અને લેફ્ટ સ્ક્રોલ કરતાં ક્યાં હતા તે તમારે યાદ રાખી જવાનું.
3 કલાક કહે પણ સમજીને વાંચવી હોય તો 4 કલાક લાગે જે એક બેઠકે શક્ય નથી. એટલે અહીં તો ઇ બુકમાં ફ્લેપ પણ ન મુકાય. ક્યાં હતા એ યાદ રાખવાનું.
ખરીદવા ભલામણ. કેમ કે મને ગમી.