આજે વર્ષ નો એ દિવસ હતો જ્યારે મેં ફરી બધા ની મમ્મી નો ફોટો જોયો. સમજાતું નોહતું કે શું વિચારવું મારે. શું આ પ્રેમ છે એમનો એમની મમ્મી માટે?? પણ આમાં થી ઘણા ના મમ્મી તો સોશિયલ મીડિયા પર છે જ નહીં, તો પણ બધા કેમ મુકતા હશે ફોટો અને પોસ્ટ. એમના આદર સન્માન માટે કદાચ. હા, હોઈ શકે એવું. પણ શું એક દિવસના સન્માન અને પ્રેમ થી મમ્મી ની સાથે કરેલા ઝગડા, એમનું દુભાવેલું મન, ધુત્કાર થી ઉતારી પાડેલી એની બધી લગાણીઓ શું એ ભૂલી જશે?? હાં કારણ કે એ માં છે. 365 દિવસ એ તમને પ્રેમ પાછો માંગ્યા વિના કરતી રહે. અને આપણે એક દિવસ ફોટો મૂકી ને સાચો કે ખોટો પ્રેમ પણ બતાવીએ તો એ બધા ગુન્હા અને ભૂલો માફ કરી દે. પણ તોય આપણે ક્યારેય વિચાર્યું નથી એ વિશે વિચાર જો, માં ને પ્રેમ કરવા માટે 365 દિવસ હશે તો એમના સન્માન માટે એક દિવસ પર આધાર નહીં રાખવો પડે. હું આ દિવસ ની વિરોધ માં નથી. હું તો વિરોધમાં છું એવા ઠાલા પ્રેમ ની જે ફક્ત એક દિવસ માટે દેખાય છે.
તમને શું લાગે છે જાણવજો કમેંટ કરી ને.. અથવા શેર કરી દેજો જો સાચું લાગે તો.. કાંઈ નહીં લાઇક તો કરી દેજો.
Written by Nish.
#માંદિવસ
#nish