Gujarati Quote in Shayri by અંશતઃ. ગોસાઇ ભરતવન

Shayri quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

આજના બર્થ ડે સર્જક :*અનિલ ચાવડા*
10/5/2020





આવ્યા અમે ફરીથી એવી સવાર લઈને,
કે થઈ ગયો છે સૂરજ છૂટ્ટો પગાર લઈને.

તું નીકળે અહીંથી રસ્તો જ હું બની જઉં,
બેઠા ઘણા વરસથી આવો વિચાર લઈને.

આવી રહી છે ઈચ્છા આ કોનું ખૂન કરવા?
આંખે અગન ભરીને કેડે કટાર લઈને.

જાતે પસંદ કર્યો છે આ રોગ મેં જ મારો,
હું શું કરું તમારી આ સારવાર લઈને.

હું દરવખત થયો છું લોહીલુહાણ એવો,
તું દરવખત મળે છે કૈં ધારદાર લઈને.
અનિલ ચાવડા


🌷🌷🌷
Happy birthday
Anil Chavda
10/5/2020

Gujarati Shayri by અંશતઃ. ગોસાઇ ભરતવન : 111428697
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now