આજ ના દિવસે યાદ કરે છે તું મને..?👇👇
તારો જવાબ ‘હા’હોય તો તું સાબીતી આપ...
ક્યારેય આથમતી સંધ્યાએ લાલ આકાશને જોતા હું સાંભરું છું..?
કોઈ ગમતું પુસ્તક વાંચતાં વાંચતાં આજે પણ તારી આંખો ભીની થાય છે..?
શું તને પવનના સ્પર્શનો રોમાંચ અનુભવાય છે..?
અનાયાસ મારી પસંદ નું કોઈ ગીત તારા સાંભળવામાં આવી જાય ત્યારે..?થાય છે કશું ?
જૂના પુસ્તકની અધવચ્ચે મૂકાયેલા કોઈ બૂક માર્કમાંથી મારી સુગંધ નીકળે છે..?
કોઈ સાવ અંગત માણસ તારી કૅર કરે
એવી અપેક્ષા ઊંડે ઊંડે જાગે ત્યારે કઈ ખોટ વરતાય છે..?
કહે, કોઈ એક તો સાબીતી આપ..! તું મને યાદ કરે છે..?ને,
જો તારો જવાબ ‘ના’હોય તો…
કશી યે સાબીતી આપવાની જરૂર રહેતી નથી..!
પણ તો પછી; બારીમાંથી તારી બૅડ પર આવતા ચન્દ્રકિરણો ને રોકવા તારે પરદાની શી જરૂર છે..?
ક્યારેય વાંચવા હાથમાં નથી લીધું એવા એક પુસ્તકને અકબંધ
બૂકમાર્ક સાથે હજુ યે કેમ તારા ઓશીકા નીચે રાખ્યું છે..?
ડીલીટ થઈ ચૂકેલો એક નંબર હજૂયે કોઈ ડસ્ટબીનમાંથી
કાઢવાનો જાણી જોઈને બાકી રાખવાનો શો મતલબ..?
જ્યારે આ રસ્તે ફરી આવવાનું જ નથી તો
પછી રહી રહીને પાછું વાળીને જોવાનો કોઈ અર્થ ખરો..?
બોલ, તું યાદ કરે છે મને..?
#સાંભળવુ