દર્દ નો અહેસાસ ત્યારે થાય છે
જ્યારે સ્વજન પણ પોતાના થી દુર થઇ જાય છે
દર્દ નો અહેસાસ ત્યારે થાય છે
જ્યારે પોતાના પારકા બની જાય છે
દર્દ નો અહેસાસ ત્યારે થાય છે
વિશ્વાસુ જ વિશ્વાસઘાત કરી જાય છે
દર્દ નો અહેસાસ ત્યારે થાય છે
દીકરી પિતાનું ઘર છોડી ને જાય છે
દર્દ નો અહેસાસ ત્યારે થાય છે
જે બાળક ને પીડા વેઠીને જન્મ આપ્યો
એ ખરા સમયે જ પડતાં મૂકી જાય છે
દર્દ નો અહેસાસ ત્યારે થાય છે
હાથમાં હોવા છતાં પરિસ્થિતિ કાબૂ બહાર જાય છે...S.Thakkar