" તને જોવાનો કોઈ અથૅ નથી "
......................................................
તને જોવાનો કોઈ અથૅ નથી
મને સમજી શકે એવું તારુ દિલ નથી
તું તરછોડયા કરે અને હુ આવ્યા કરું
એ હવે મને મજૂંર નથી
ભલે હું હાર્યો, અને તું જીતી..,પણ..
મારી હાર જેવો દમ તારી જીતમાં નથી.
નસીબદાર છે એ, કે જેને તું મળી...
પણ એમાં , હું શું કરી શકું ??
તને પામી શકું એવી એકય રેખા,
મારા હાથ માં નથી...
હું જોઉ તને , તું જુએ બીજાને ,તેથી જ
તને જોવાનો કોઈ અથૅ નથી
હું લખું અને તું વાચી ના શકે
અને કદાચ વાંચે, તો સમજી ના શકે
" એને મારી આ " ગઝલ " નો
કોઈ અથૅ નથી....