હર એક માણસ માં દેખાતી નથી દુષ્ટતા.
સાત સમંદર જેવી અતાગ હોય દુષ્ટતા.
દરેક મોટા આચરતા હોય છે નાના પર,
કયાંક દેખાતી ક્યાંક અદેખી હોય દુષ્ટતા.
માણસ હર હંમેશા માણસ સાથે આચરે,
કયાં જોયા પશુ ને પશુ પર કરતા દુષ્ટતા?
તક કે મોકો મળે તો માનવી છોડતો નથી,
માનવી બેફામ આચરે પ્રાણી પર દુષ્ટતા.
#દુષ્ટતા