દુઃખીયા ના દુઃખ મૂલવે એવા માનવી નથી આજ મળતા,
ઓઢી સમજણનું ઓઢણું એતો નિત રાતે પાણીએ રડતા.
ગોતીએ તો જગતના ચોકમા હીરા માણેક બહુ મળતા,
મનડાં જેના મોતી છે એના મૂલ કરનાર ઝવેરી નથી જડતા.
રૂપ રૂપિયાને આવકારે સૌ ખાલી ખિસ્સા ને મૂકે પડતા,
છતાં નથી અવગુણ ગાતા ગરીબ એતો રૂઆબ થી ડરતા.
જેદી રૂઠસે દી'નો નાથ તેદી પૈસા કરી મુકશે પલમાં રખડતા
અભિમાન મૂકીદે મનવા શીખી લે સહુ સાથે મોજમાં રહેતા
jigna.r.rabari