આજ સવારે મારે દૂધ લેવા ગામની ડેરી ઉપર જવાનું થયું
તો હું મારુ સુઝુકી એક્સેસ લઇને ગામની ડેરી ઉપર ગયો તો ત્યાં ઘણા બધા લોકો મોઢે માસ્ક સાથે સોશિયલ ડિસ્ટન્સમાં રહી દૂધ લેવા લાઇન સાથે ઉભા હતા
હું પણ દરેકની જેમ તેમની પાછળ લાઇનમાં ઉભો રહ્યો લગભગ પચ્ચાસ લોકો આ દુધની લાઇનમાં ઉભા હશે
આમેય બધા એક સરખી ઉમરના લોકો હતા એટલે બધા કોરોનાની જ વાતો કરતા હતા..કે આ સાલો કોરોના બધેય ફેલાય છે કેવી રીતે!!
બસ આ વાતમાં મારી પાછળ ઉભેલા બે કાકા બાઝી પડયા! તેમોના
એક કાકા કહે કે કોરોનાનો જીવાણું મોઢેથી શરીરમાં જાય તો જ કોરોના થાય...તો બીજા કાકા કહે કે ના કોરોનાનો જીવાણું મોઢેથી નહી પણ નાક વાટે શરીરમાં જાય તો જ કોરોના થાય...
આ બંન્ને પોતપોતાનું સાચુ કહેવા માંગતા હતા ને આ જપા જપી એટલી બધી લાંબી ચાલી કે તેમને ખબર પણ ના પડી કે દૂધ લેવા માટેનો તેમનો નંબર પણ બારી ઉપર આવીને ચાલ્યો ગયો!
ને પાછળથી આવતા લોકો પણ પોતાનું દૂધ લઇને ઘેર ચાલ્યા ગયા...
કહેવત છે ને કે બેની લડાઇમાં ત્રીજો જ ફાવી જાય તેમ આજ ડેરી ઉપર બન્યુ...