રોપાય છે બીજને ,
પીવડાવે પાણી,
ફૂટે છે કૂંપળને ,
થાય છે જીવ મોટો,
ધરતી આપે જન્મ એવીરીતે ,
આપે છે મા એક નાના બાળ ને,
થાય છે બાળ મોટું તેમ થાય છે વૃક્ષ ,
વધે છે વૃક્ષ એમ આપે છાંયડો ,
થયું મોટું તેમ આપ્યા રે ફળ,
આવ્યો શિયાળો ને ખર્યા એના પાન,
આવ્યો ઉનાળો ને ગમ્યો તેનો છાંયડો ,
આવ્યુ ચોમાસુ ને આપ્યા તેને ફળ ,
થયું વૃદ્ધને કાપ્યું તે માનવીએ ,
જેને આપ્યું બધું તેનું તેને જ કાપ્યું,
વધતું હતું નિરંતર તેને કાપ્યું મુજથી,
બન્યો મારો મારા ખુદ નો હાથો,
ત્યારે અમે કપાયા ,
એક દિવસ તો જન્મ લીધો જેમાંથી ,
મળ્યો હું તેજ માટીમાં ,
ખુશ હતું મારુ બચપણ,
કેમ હું વધ્યો ,
#વધવું