જિંદગી મહીં આગળ વધવું સહુને ગમે છે.
ગમે તેમ પણ આગળ વધવું સહુને ગમે છે.
સંસ્કાર ને નીતિમિયમ સાથે બાંધછોડ કરી,
આંખ બંધકરી આગળ વધવું સહુને ગમે છે.
આગળ વધવાની આ રેસ કયાં પૂરી થાય છે?
કયાં લક્ષમણ રેખા? બસ વધવું સહુને ગમે છે
સહુનો સાથ સહુનો વિકાસ કેમ થાય અનિલ,
તો પાછળ કોન?આગળ વધવું સહુને ગમે છે.
#વધવું