બધુ ભુતકાળ ભુલીને આગળ વધ,
આ કહેવુ સહેલુ છે અન્યને રશ્મિ.
જો જાતે એમ આગળ વધી તો જો,
પછી ખબર કેમ બધુ ભુલાવાય છે.
બીજાને તો સૌ કોઇ આપે સો સલાહો,
પણ પોતે એ અનુસરે તો શુ વાત છે!
એમ તો બધેથી આગળ વધી જવાય,
પણ આ યાદો ન રાખે કોઇનીયે લાજ.
એ તો બસ મન પડે ત્યારે કોઇને પણ,
લાવી આપે આ મનસપટના દૃશ્ય પર.
પછી શુ એ યાદોને વાગોળવી જ રહી,
સાથે જોડાયેલા ભાવો ભીંજવે નયન.
#વધવું