કોરોના વોરિયર્સ માટે એક નાનકડી વાત
" આભાર "
કરું હું વંદન તુંજ ને,
તુજ છે મારો રખેવાળ,
નથી જતો હું મંદિર, મસ્જિદ તુજ છે મારો ભગવાન,
ડાળે ડાળે લખું તુજને આભાર સંદેશા,
મન થાય છે સૂર્ય સાથે બબાલ કરી લઉં,
તપતા આ તડકામાં ઝાકળની વાત કરી લઉં.
શબ્દોનું ઝરણું પણ ટૂંકું પડે છે આભાર માટે,
સંજોગો સાથે સોગાત કરી આફત સામે લડો છો,
તપતા અને તડપતા અમને અટકાવો છો,
લડતા ઝઝૂમતા તમને સૌને આ ગૌરવંતા ગુજરાતનો આભાર.
- સોહમ બ્રહ્મભટ્ટ